///

સુરતમાં નાનપુરાના માથાભારે સજ્જૂ કોઠારીની મુંબઈથી કરાઈ ધરપકડ

સુરત શહેરમાં આવેલા નાનુપુરા વિસ્તારના માથાભારે સજ્જૂ કોઠારીની મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં ATSને સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં કોઠારી ગેંગ સામે ગુનો દાખલ થયા બાદ સજ્જૂ કોઠારી મુંબઈ ફરાર થઈ ગયો હતો. સજ્જૂ કોઠારીની ગેંગ સામે હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી વસૂલવી સહિત 15 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. હાલ ATS સજ્જૂ કોઠારીને વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ ગઈ છે.

સજ્જૂ કોઠારી ગેંગ સામે ફેબ્રુઆરી મહિનામાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. હાલ કોઠારી ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી સુરતની લાજપોર જેલમાં બંધ છે.

માથાભારે સજ્જૂ કોઠારીને પોતાના વિરુદ્ધ ગુનો નોંધવાની ખબર પડતા તે મુંબઈ ભાગી છૂટ્યો હતો. ત્યાર બાદ ATSની ટીમે મુંબઈની હોટલમાં રોકાયેલા સજ્જૂ કોઠારીને ઝડપી પાડ્યો હતો.

સાથે જ એવી પણ માહિતી મળી છે કે, આરોપી સજ્જૂ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હતો. આટલું જ નહીં, સજ્જુ કોઠારીએ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. જેમાં તેણે વિલનનો રોલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.