ભગવાન શ્રી સ્વામીનારાય સંપ્રદાયનું અતિ મહત્વનું અને દુનિયા ભરના ભક્તોની આસ્થાનું પ્રતીક સાળંગપુર ગામ કે જયાં દરરોજ હજારો ભક્તો પોતાની આસ્થાથી દર્શને આવે છે દુખિયાના બલી કસ્ટભંજનદેવ ગમે તેવા દુઃખ દૂર કરે છે તે મંદિર પરિસર ના અતિથિ ગૃહ વિભાગ માં covid 19 માટે માત્ર 24 કલાકમાં 100 બેડની અતિ આધુનિક હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે આજે વિશ્વમાં કોરોના મહામારીનો વાયરસ આગળ વધી રહ્યો છે પોઝિટિવ કેસ રોજ વધી રહ્યા છે સંકર્મીતોની સંખ્યામાં ઉતરોતર વધારાને ધ્યાને રાખી મંદિર વહીવટ કર્તાઓ એ કષ્ટભંજનદેવ મંદિ નું અતિથિ ગૃહ 100 બેડની હોસ્પિટલમાં ફેરવી દીધું છે

બોટાદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે શરૂ કરાઇ કોવિડ-૧૯ હોસ્પિટલ સાળંગપુર કષ્ટભંજન મંદીરના અતિથી ગૃહ ખાતે માત્ર ૨૪ કલાકમાં ઉભી કરાઇ ૧૦૦ બેડની હોસ્પિટલ જેમાં જિલ્લાના કે આસપાસના કોરોના સંક્રમિત દર્દીઓની તાત્કાલિક સારવાર થઈ શકશેબોટાદ જિલ્લામાં સાળંગપુર કષ્ટભંજન મંદિર સંચાલિત અતિથિ ગૃહમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અતિથિ ગૃહના કુલ 49 રુમો આ હોસ્પિટલ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ અને લક્ષણો ધરાવતા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવશે. આ હોસ્પિટલમાં 12 તબીબ અને 36 પેરા-મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. આ હોસ્પિટલમાં 10 બેડનું આઈ.સી.યુ પણ બનાવવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે દેશ પર ખતરો આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય આગળ આવી ને સમાજ સેવા નું કાર્ય કરવા માં અગ્રેસર રહે છે