/

કોરોના જંગમાં ઉતર્યા સલમાન ખાન, 25 હજાર મજૂરોની માંગી એકાઉન્ટ ડિટેલ

કોરોના સામે ચાલી રહેલી જંગમાં બોલિવુડના દબંગ એટલે કે સલમાન ખાન પણ શામેલ થયા છે. દેશમાં ઉપર આવેલા કોરોના સંકટની વચ્ચે તેઓ મજૂરો માટે કઈંક મોટું કરવા ઈચ્છી રહ્યા છે. દબંગ ખાને 25 હજાર મજૂરોની એકાઉન્ટ ડિટેલ પણ માંગી છે. સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત પહેલાથીજ એટલે કે 19 માર્ચથીજ બોલીવુડમાં હિન્દી ફિલ્મની શૂટીંગને રોકવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મો, ટીવી, સીરીયલ્સ, વિજ્ઞાપન અને વેબ શો સાથે જોડાયેલા મજૂરોની હાલત કફોડી બની છે. પરંતુ આ કપરી પરિસ્થિતિ વચ્ચે સલમાન ખાને મજૂરોની મદદ કરવા આગેકૂચ કરી છે. જાણકારી અનુસાર સલમાન ખાને ઈન્ડસ્ટ્રીની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝને ફોન કરી 25 હજાર મજૂરોના બેંક ખાતાઓની જાણકારી માંગી હતી જેથી તેમને આર્થિક સહાય પહોંચાડી શકાય. આ સમાચારથી સાબિત થઈ ગયું છે કે સલમાન ખાન મજૂરો માટે મોટો નિર્ણય કરવા તૈયાર છે.

એક સૂત્ર અનુસાર સલમાન ખાનની ફિલ્મની સીઈઓ શમીરા નામ્બિયારએ થોડા દિવસો પહેલા મજૂરોની મદદ માટે ફેડરેશનમાં ફોન કર્યો હતો જે બાદ 25 હજાર મજૂરોના બેંક ખાતાઓની જાણકારી તેમને મોકલવામાં આવી હતી.. તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં કરણ જોહર, આયુષ્માન ખુરાના, કિયારા અડવાણી, તાપસી પન્નુ, સિદ્ધાર્થ મલ્હોત્રા, નિતેશ તિવારી સાથે અન્ય સુપર સ્ટારે પણ મજૂરોને સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. I STAND WITH HUMANITY નામના ઈનિશિએટીવની સાથે આ સ્ટાર્સ મજૂરોને 10 દિવસ માટે જરૂરી ચીજ વસ્તુઓ અને ભોજન પહોંચાડવામાં મદદ કરશે. 18 માર્ચે પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ફિલ્મ, ટેલીવિઝન અને વેબ ઈન્ડસ્ટ્રીના મજૂરો માટે એક રીલિફ ફંડ બનાવવાનુ નિર્ણય કર્યો હતો. કોરોના વાયરસના કારણે લોકડાઉનના નિર્ણય બાદ ડાયરેકટર અનુરાગ કશ્યપ, સુધીર મિશ્રા, વિક્રમાદિત્ય મોત્વા સાથે અન્યએ પણ મજૂરો માટે ચિંતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.