/

કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર : સંજય રાઉત

કેન્દ્ર સરકાર દ્વારા બહુમતી સાથે પસાર કરવામાં આવેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન રવિવારે પણ યથાવત છે. વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે ખેડૂતો દિલ્હીના બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે. ત્યારે અનેક નેતાઓ તરફથી ખેડૂતોના આંદોલનનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી રહી છે. હવે શિવસેના નેતા સંજય રાઉતે ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવતો હોવાનું જણાવ્યું છે.

શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ખેડૂત આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં શિવસેના નેતાએ કહ્યું કે, જે પ્રકારે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવી રહ્યાં છે, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, આ આંદોલનકારી ખેડૂતો આ દેશના નાગરિક જ નથી. તેમની સાથે આતંકવાદી જેવો વ્યહાર કરવામાં આવી રહ્યો છે. તેઓ શીખ છે અને પંજાબ-હરિયાણાથી આવે છે. આથી તેમને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યાં છે. જે ખેડૂતોનું અપમાન છે.”

ઉલ્લેખનિય છે કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. સરકારે હાલ ખેડૂતોને દિલ્હી-હરિયાણા નજીક સિંધુ બોર્ડર પર રોકી રાખ્યાં છે. સરકારનું કહેવું છે કે, ખેડૂતો નક્કી કરેલા સ્થળ બુરાડીના નિરંકારી સમાગમ ગ્રાઉન્ડમાં જઈને પ્રદર્શન કરે. જો કે ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાન કે જંતર-મંતરમાં પ્રદર્શન કરવાની જીદ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.