//

વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ સરદારબ્રિજને રોશનીથી શણગારાયો

વડાપ્રધાન મોદી આજે કેવડિયાથી સી-પ્લેન મારફતે શનિવારે રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે. આ તકે વડાપ્રધાનન મોદીના આગમન પૂર્વે જમાલપુર ખાતે આવેલા સરદારબ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ તકે વડાપ્રધાને અનેક લોકાર્પણ કર્યા હતા. જેમાં વડાપ્રધાન કેવડીયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનનું લોકાર્પણ કરશે. જેને લઇને વડાપ્રધાન આજે કેવડીયાથી અમદાવાદ સી-પ્લેન મારફતે આવશે. આ વચ્ચે વડાપ્રધાનના આગમનના પગલે જમાલપુરના સરદારબ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યો છે. જે રોશનીમાં તિરંગા સહિતની અલગ અલગ ડિઝાઈન જોવા મળશે.

મહત્વનું છે કે બ્રિજ પરનો આ શણગાર હવે રોજ રાત્રે ચાલુ રહેશે. દરમિયાન રિવરફ્રન્ટ રોડ પર સુરક્ષા એજન્સીઓએ રિહર્સલ કર્યું હતું.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇ આજે શનિવારે બપોરના 2 સુધી વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.