///

પેટાચૂંટણીમાં દોડવીર સરિતા ગાયકવાડે પ્રથમ વખત મતદાન કર્યુ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં ડાંગમાં થઈ રહેલી ચૂંટણીમાં ભારતની દોડવીર સરિતા ગાયકવાડે સૌ પ્રથમ વાર તેના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યુ હતું.

ડાંગની રહેવાસી સરિતા ગાયકવાડ ભારતને એશિયન ગેમ્સની રીલે દોડમાં ગોલ્ડ અપાવનારી ટીમની સભ્ય રહી છે. જેના પગલે ગુજરાત સરકારે તાજેતરમાં તેનું સન્માન કરતાં ડીવાયએસપી તરીકે નિમણૂંક કરી છે. આ તકે સરિતા ગાયકવાડે કહ્યું હતું કે પ્રથમ વખત મત આપીને તેને એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી અનુભવાઈ રહી છે. તે સાથે તેણે વધુને વધુ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ 8 બેઠકોની પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન ડાંગમાં થયું છે, જે લગભગ 40 ટકા જેટલું છે.

Leave a Reply

Your email address will not be published.