/

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર હરેશ ઝાલાની વાઇરલ ઓડીઓ ક્લિપમાં નવો વળાંક જાણો

થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફેસર ઝાલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં પ્રોફેસર હરેશ ઝાલા એક વિદ્યાર્થી ની પાસે શારીરિક સુખની માગણી કરતા હોય તે પ્રકારના સંવાદો પણ સામે આવ્યા હતા સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાતીય સતામણી નિવારણ કમિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચિટ પણ આપવામાં આવી છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગત અઠવાડિયે મળેલ સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલા વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં આવેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે વાયરલ થયેલા ઓડિયો ક્લિપ પણ સાઇબર ક્રાઇમને સોંપવામાં આવશે તો આગામી સમયમાં આ ઓડિયો ક્લિપની ખરાઈ કરવા માટે તેને એફ.એસ.એલ.માં પણ મોકલવામાં આવશે.

ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ ના અધિકારીઓ દ્વારા પ્રોફેસર હરેશ ચાલુ નિવેદન પણ નોંધવામાં આવશે. તો સાથે જ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સાઇબર ક્રાઇમ પ્રોફેસર હરેશ ઝાલાની ધરપકડ કરવી કે કેમ તેનો નિર્ણય કરશે.

Leave a Reply

Your email address will not be published.