/

EMI ધારકો માટે SBIએ કરી મોટી જાહેરાત, બેસિસ પોઈન્ટમાં કર્યો ઘટાડો

EMI માટે એસબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.. એસબીઆઈએ EMI પર ત્રણ મહિનાની છૂટ આપી છે. જેના માટે ગ્રાહકોએ બેન્કમાં અરજી કરવાની જરૂર નથી. ત્યાંજ એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સ્થિતિ વિશે કોઈ જાહેરાત કરી નથી. સાથેજ ભારતીય સ્ટેટ બેંકે પણ ઉપભોક્તાઓ માટે રાહતના દરવાજા ખોલી દીધા છે અને રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.. બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે નવા દર પહલી એપ્રિલથી લાગુ થશે.. સામાન્ય નાગરિકો એક્સટર્નલ બેન્ચમાર્ક-લિંક્ડ લેડિંગ રેટને આધારિત અને રેપો લિંક્ડ લેડિંગ રેટના આધારથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે-અર્થવ્યવસ્થાના સમર્થનમાં અને આરબીઆઈની અસાધારણ નાણાકીય નીતિના જવાબમાં SBI 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે. સાથેજ SBIએ બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલા ધિરાણ દરને વાર્ષિક 7.80થી ઘટાડીને 7.05 ટકા કરી દીધા છે.

તો 30 વર્ષીય લોન પ્લાન પણ આશરે 1 લાખ પર 52 રૂપિયા જેટલી સસ્તી થશે. કોરોના વાયરસથી થઈ રહેલા આર્થિક વિનાશ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે મોટી જાહેરાત કરી હતી અને ગ્રાહકોને ઈએમઆઈ પર 3 મહિનાની રાહત આપવાની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે 3 મહિના સુધી ઈએમઆઈ આપવામાં નહીં આવે તો કેરેટ સ્કોર(CIBIL) પર અસર નહીં પડે. RBI એ રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે સાથેજ આરબીઆઈએ રિવર્સ રેપો રેટ પણ 90 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકા કર્યો છે.રેપો રેટ ઘટવાથી ઈએમઆઈના દરમાં ઘટાડો થઈ શકે છે પરંતુ રિવર્સ રેપો રેટ ઘટવાના કારણે અર્થવ્યવસ્થામાં વધુ રૂપિયા આવશે. જો કે RBI એ સામાન્ય નાગરિકોને સહૂલિયત આપવા માટે જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published.