///

મનમોહક દ્રશ્ય, દિપ-જ્યોતથી ઝળહળી ઉઠ્યું સિદ્ધિવિનાયક મંદિર

સમગ્ર ભારત રવિવારે કરવામાં દિપ-જ્યોતથી ઝળહળી ઉઠ્યું હતું. તો જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ડગમગાઈ રહ્યું હતું ત્યારે ભારત જગમગતું હતું. વડપ્રધાન નરેનદ્ધ મોદીના આહ્વાનને સહકાર આપી ભારતવાસીઓ તમામ ધાર્મિક જગ્યાઓએ પણ દિપ જ્યોત પ્રગટ કરી હતી. ત્યારે વાત કરીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની, તો મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ અખંડ દિપ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. સમગ્ર મંદિરની લાઈટો બંધ કરી દિપ જ્યોત પ્રગટાવવામાં આવતા મંદિર ઝળહળી ઉઠ્યુ હતું અને મનમોહક દ્રશ્ય સર્જાયો હતો. ભારતમાં ઠેર ઠેર દિપ જ્યોત પ્રગટાવી લોકોએ વડાપ્રધાનના આહ્વાનને સહકાર આપ્યો હતો. અને સાથેજ કોરોનાથી મુક્ત રહેલા પ્રાર્થના પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.