/

કેવો હશે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ? જાણો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યા છે. જેને દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશનાં વડાપ્રધાન નરેન્દ્વ મોદી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરી મહેમાનગતિ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પ્રવાસનું શિડયુલ

૨૪ ફેબ્રુઆરીનાં રોજ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની સહિત અમદાવાદ એરપોર્ટ આગમન કરશે. ટ્રમ્પ તેના પત્ની અને વડાપ્રધાન મોદી બપોરે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં સંબોધન કરશે. નમસ્તે ટ્રમ્પ કાર્યકમ પતાવીને સાંજે ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા સાથે આગ્રા જવા રવાના થશે. આગ્રામાં આવેલી દુનિયાની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ જે દેશની વિરાસત છે તે તાજમહેલની મુલાકાત લઇને તેનો ઇતિહાસ જાણસે.

૨૫ ફેબ્રુઆરીનાં રોજ ટ્રમ્પ અને મેલેનિયા દિલ્હીમાં મુલાકાત લેશે. દિલ્હીનાં સંસદભવનમાં ટ્રમ્પ અને મેલેનિયાનું ઉષ્માભર્યુ ઓફિશિયલ સ્વાગત થશે. નરેન્દ્વ મોદી તેમણે સંસદ ભવનથી માહિતગાર કરશે. ત્યારબાદ તેઓ રાજઘાટ જવા રવાના થશે. રાજઘાટમાં ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા દેશનાં રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીને શ્રદ્વાંજલિ અર્પિત કરશે. આ કાર્યકમને પતાવીને તેઓ ઉધોગપતિઓ સાથે બેઠક કરશે. આ બેઠક પતાવીને સાંજે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદને મળશે.  ત્યાંથી રાત્રે ૧૦ વાગ્યે ટ્રમ્પ તેમના પત્ની સાથે ભારતની મહેમાનગતિ માણીને તેઓ સ્પેશિયલ વિમાન એરફોર્સ વન દિલ્હીથી વોશ્ટિંગ જવા રવાના થશે. 

Leave a Reply

Your email address will not be published.