//

નવા આદેશ સુધી આ રાજ્યમાં બંધ રહેશે શાળાઓ

દેશની રાજધાનીમાં હજુ શાળાઓ નહી ખુલે. અગાઉના આદેશ મુજબ શાળાઓ 31 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ બુધવારે કહ્યું કે માતા-પિતા અને બાળકોને ડર છે કે સ્કૂલ ખોલવામાં આવે તો સંક્રમણ વધશે.

ઉલ્લેખનિય છે કે, નાયબ મુખ્યપ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું કે શિક્ષકો અને વાલીઓ તરફથી મળેલા પ્રતિસાદ એ છે કે શાળાઓ બંધ રાખવી જોઈએ. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આગામી આદેશો સુધી બંધ રહેશે. વધુમાં કહ્યું કે જ્યાં શાળાઓ ખોલવામાં આવી છે ત્યાં બાળકોના કેસમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં દિલ્હીની સ્કૂલ ખોલવી યોગ્ય રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.