///

કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી આ રાજ્યમાં ફરી ખૂલશે શાળાઓ

હરિયાણામાં 10 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. દરેક સરકારી અને પ્રાઈવેટ શાળાઓ 11 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલે શુક્રવારથી ફરી ખૂલશે. સ્વાસ્થ્ય વિભાગે આ વિષે શિક્ષા નિર્દેશાલયને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે અન્ય નિયમોનું પાલન કરવાનું જરૂરી છે. કોઈ પણ લક્ષણવાળા શિક્ષકો કે બાળકોનો ટેસ્ટ કરાવવાનો જરૂરી રહેશે. પહેલાં જ્યારે 21 સપ્ટેમ્બરે શાળાઓ ખૂલી ત્યારે બાળકો અને શિક્ષકો સંક્રમિત થતાં બંધ કરવી પડી હતી.

મળતી માહિતી અનુસાર સ્કૂલ શિક્ષા નિર્દેશાલયની તરફથી આ બાબતે 30 નવેમ્બરે એક આદેશ જાહેર કરાયો હતો. સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 10 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખી હતી. આ પહેલાં સરકારે 20 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો અને બાદમાં તેને 30 નવેમ્બર સુધી લંબાવાયો હતો. નવા આદેશ અનુસાર આવતીકાલે શુક્રવારથી ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને શાળાઓ ખૂલશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવામાં આવી હતી. જેમાં ધોરણ 9-12નો સમાવેશ કરાયો હતો. પણ નવેમ્બર મહિનામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો જેના કારણે હરિયાણાના વિવિધ જિલ્લામાં સતત શાળાઓમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સરકારે 20 નવેમ્બરે શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.