/

કોંગ્રેસના રંગમાં ભંગ પાડનાર સિંધિયા ભગવા રંગમાં રંગાયા

મધ્યપ્રદેશમાં ધુળેટીના દિવસે 22 જેટલા ધારાસભ્યો સાથે કોંગ્રેસને રામરામ કર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધીયા ક્યાં જશે અને શું કરશે તેવી અનેક અટકળો વચ્ચે આજે સિંધીયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને કેસરિયો ધારણ કર્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ભંગાણમાં મહત્વની ભૂમિકા ભજવનાર જ્યોતિરાદિત્ય સિંધીયા તેમના સમર્થકો સાથે કોંગ્રેસને રામરામ કરી સોનિયા ગાંધીને રાજીનામાં મોકલી આપ્યા હતા અને હવે સિંધિયા ક્યાં જશે અને શું કરશે તેવી અનેક અટકળો વચ્ચે આજે બપોરે સિંધિયાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યોહતો દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાની  હાજરીમાં જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાતા દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો એક તરફ દેશમાં રાજ્યસભાની ચૂંટણી ઓ આવી રહી છે તેવા સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવાથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકીય આગેવાનો સામસામે આક્ષેપ બાજી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.