/////

ભાડા અંગે સ્પાઇસ જેટની મોટી સ્પષ્ટતા

વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરના રોજ સી-પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સ્પાઈસ જેટે બુધવારે અમદાવાદ અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના ભાડાને લઇને લોકો અત્યાર સુધી અવઢવમાં હતા. આ વચ્ચે સ્પાઇસ જેટે સ્પષ્ટતા કરી છે. સી પ્લેનની વન વે ટિકિટની શરૂઆત 1500થી થશે.

સી પ્લેન ફ્લાઈટની સર્વિસ સ્પાઈસ જેટની પેટાકંપની સ્પાઇસ શટલ દ્વારા કાર્યરત થશે. અમદાવાદ-કેવડિયા રૂટ પર દરરોજ બે ફ્લાઇટ ઓપરેટ થશે, જે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના ઉદ્ધાટન બાદ શરૂ થશે.

યાત્રિઓને જવા માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

અગાઉ વન-વે ભાડું 4800 રૂપિયા રહેવાની અટકળો હતી, જોકે સ્પાઈસ જેટ તરફથી ભાડાંની સ્પષ્ટતા પણ કરાઈ છે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન-વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published.