/////

બુકિંગ શરૂ ન થતાં સી-પ્લેનની સેવા આજથી શરૂ નહીં થાય

વડાપ્રધાન મોદી આજે શનિવારે કેવડિયા ખાતે દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં આવશે. સી-પ્લેન અમદાવાદ પહોંચ્યા બાદ તે જ દિવસથી કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરવાની ઓપરેટર એરલાઈન્સ સ્પાઈસ જેટે જાહેરાત કરી હતી અને બુકિંગ 30 ઓક્ટોબરે બપોરે 12 કલાકથી શરૂ થવાનું હતું. પરંતુ સવારથી સાંજ સુધી સી-પ્લેનનું બુકિંગ કરતી વેબસાઈટ સ્પાઈસ શટલ શરૂ થઈ નહતી.

ઉડાન યોજના હેઠળ સ્પાઈસ જેટ 31 ઓક્ટોબરથી સી-ંપ્લેનનું સંચાલન કરશે. આ ફ્લાઈટનું બુકિંગ શુક્રવારે બપોરથી શરૂ કરવા માટે અનેક ટૂર ઓપરેટરોની સાથે શહેરીજનોએ રસ દાખવ્યો હતો. પરંતુ બપોરે 12 કલાકથી જ વેબસાઈટમાં ટેકનિકલ ખામી હોવાથી એક કલાક બાદ ઓપન થશે તેઓ મેસેજ આવતો હતો. જો કે સાંજે 7 કલાક બાદ વેબસાઈટ ઓપન થઈ હતી. પરંતુ તેમાં હજુ પણ બુકિંગ શરૂ થયું ન હતું અને ઓફલાઈન મેસેજ આવતો હતો. જેથી બુકિંગ ન થયુ હોવાના પગલે સી-પ્લેનની સેવા આજથી શરૂ નહી થાય.

Leave a Reply

Your email address will not be published.