////

આજે અમદાવાદમાં થશે સી પ્લેનનું આગમન, તૈયારીઓને આખરી ઓપ અપાયો

અમદાવાદ ખાતે ગોવાથી રવાના થયેલા સી પ્લેનના આગમનને લઈને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં સવારથી જ ફાયર બ્રિગેડના જવાનોને રિવરફ્રન્ટ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ પણ ટૂંક સમયમાં રિવરફ્રન્ટ આવી પહોંચશે.

આ ઉપરાંત જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પર સિગનલના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. સાથે જ સાબરમતી નદીમાં પાણીનું લેવલ પણ વધારી દેવામાં આવ્યું છે. આજે બપોર સુધીમાં સી પ્લેન સાબરમતી નદીમાં ડાયરેક્ટ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ સી પ્લેનના ટ્રાયલ માટે રિવરફ્રન્ટ પર તૈયારીઓ ચાલી રહી છે.

સી પ્લેનના આગમનને લઈને વોટર એરોડ્રામ, ફ્લોટીંગ જેટી સહિતની તમામ કામગીરી થઈ ગયા પછી તેમજ વડાપ્રધાન આવે તે પહેલાં સી પ્લેન પ્રોજેક્ટમાં કોઈપણ ઉણપ ન રહે તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.