/

કોરોનાના કારણે અમદાવાદમાં બીજું મોત

કોરોનાના કારણે અમદાવાદમાં વધુ એક મૃત્યું નિપજ્યું છે. SVP હોસ્પિટલમાં સારવાર લેતી 45 વર્ષીય મહિલાનું મૃત્યું નિપજ્યું છે. જો કે અત્યાર સુધી મહિલાની કોઈ પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રી જણાઈ નથી. તો મહિલાની માત સાથે એસવીપી હોસ્પિટલનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેની સાથે ગુજરાતમાં કોરોનાના કારણે ત્રીજું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોનાના 149 કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં કોરોનાના 50થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 20 જ્યારે વડોદરા- 8, સુરત- 7, ગાંધીનગર- 8, કચ્છ- 1, રાજકોટ-8, ભાવનગર-1 અને મહેસાણામાં-1 કેસ નોંધાયો છે.. તો અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો કોરોનાના કેસ દિનપ્રતિદિન વધવાથી સરકારી તંત્રમાં પણ હડકંપની સ્થિતિ સર્જાઈ છે

Leave a Reply

Your email address will not be published.