/

કોરોનાને લઈ દેશમાં બીજું મૃત્યુ, આ રાજ્યનો પ્રથમ કેસ

કોરોના વાયરસનાં કારણે શુકવારે રાત્રે ભારતમાં બીજુ મોત નિયજયુ છે. કોરોના વાયરસથી સંક્રમિત ૬૮ વર્ષીય વૃદ્વ મહિલાનું દિલ્હીમાં મોત થયું હોવાનું જાણવા મળયુ છે. કોરોના ચેપગ્રસ્ત મહિલાની દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં કોરોના વાયરસનાં કારણે દેશમાં આ બીજુ મોત નિપજયુ છે. ૨ દિવસ પહેલા કર્ણાટકનાં કાલબૂર્બીમાં ૬૮ વર્ષીય વૃદ્વ વ્યકિતનું પણ કોરોના વાયરસના કારણે મોત નિપજયુ હોવાની પૃષ્ઠિ થઇ હતી. દિલ્હીમાં મૃત્યુ પામેલી વૃદ્વ મહિલાનો પુત્ર ૫ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ઇટાલી અને સ્વિટ્ઝર્લલેન્ડનાં પ્રવાસે ગયો હતો. બાદમાં ૨૩ ફેબ્રુઆરીએ ભારત પરત ફર્યો હતો.

શરૂઆતમાં આ રોગનાં લક્ષણો જોવા મળયા નહતા. પરંતુ બીજા દિવસે તાવ અને ઉધરસ થતા તેને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેથી યુવકના પરિવારની તપાસ કરતા તેના માતા-પિતાને પણ કફ-તાવ હોવાથી બંન્ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેથી યુવકની માતા ડાયાબિટીઝથી પીડિત હતી. જેથી ૮ માર્ચે તેમના લોહિના નમૂના લેવામાં આવ્યા હતાં. બાદમાં તબિયત વધુ લથડતા તેમને આઇસીયુમાં ખસેડાયા હતાં. તેમનો કોરોનાનો નમૂનો પોઝિટીવ આવ્યો હતો. જેથી સારવાર દરમિયાન ૧૩ માર્ચે વૃદ્વ મહિલાનું મોત નિપજયુ હતું. 

Leave a Reply

Your email address will not be published.