ટ્રમ્પ આવે એ પહેલા કંડલા બંદરેથી બિનવારસી સેટેલાઇટ ફોન મળ્યો : સુરક્ષા એજન્સીઓ સતર્ક

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તે પહેલા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. સુરક્ષાઘણી મહત્વની રહેતી હોય છે ત્યારે તે પહેલા જ કંડલાનાં બંદર પાસેથી સેટેલાઇટ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. બંદર નજીકનાં ટાપુ પરથી થુરાયા સેટેલાઇટ ફોન મળ્યો છે. હાલ આ અંગે ગુજરાત પોલીસ સાથે SOGની ટીમ અને ગુપ્તચર એજન્સીઓ આ અંગેની તપાસ હાથ ધરી છે.

જે ફોન મળી આવ્યો છે તે સેટેલાઇટ ફોન અતિ આધુનિક છે હાઇક્વોલિટીનો ઓડિઓ જઈ શકે તેવો ફોન છે. જયારે જોઈ જહાજમાં કોઈ ટ્રાવેલ કરતા હોય ત્યારે આ ફોનનો ઉપયોગ થતો હોય છે.

આ સાથે ગુપ્તચર એજન્સીઓ તે પણ તપાસ કરી રહી છે કે આ ફોન પરથી ક્યાં ક્યાં વાત થઇ હતી. અને છેલ્લે ક્યારે રિચાર્જ કરાયું હતું. ટ્રમ્પનાં આગમન પહેલા નાનામાં નાની વાતને પણ સુરક્ષા એજન્સીઓ ચકાસી લેશે.

Leave a Reply

Your email address will not be published.