/

ટ્રમ્પ-મોદી આગમન પૂર્વે સુરક્ષા એજેન્સીઓની બેઠક પૂર્ણ

અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ અમદાવાદ પહોંચે તે પહેલા જ તેમના સ્વાગત અને સલામતીનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. સુરક્ષા માટે કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. જેને પગલે એરપોર્ટ પર આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં શહેરનાં ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓ, એનએસજી અધિકારીઓ સહિતના પોલીસ કર્મીઓ બાજર હતા. એરપોર્ટની આ મીટિંગ મોદી-ટ્રમ્પની સુરક્ષાના પશ્નોને લઇને યોજાઇ હતી. જેમાં દરેક કર્મીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપાઇ હતી.

કયાં અધિકારીઓ શું કામગીરી કરશે?

૧. મોઢેરા સ્ટેડિયમનાં તમામ સ્થળો પર આઇજી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે.
૨. સ્ટેડિયમની જવાબદારી સ્પેશિયલ પોલીસ કમિશ્નર અજય તોમરને સોંપાઇ છે.
૩. એરપોર્ટની તમામ જવાબદારીઓ સેકટર૨ સંયુકત પોલીસ કમિશનર નિર્પુણા તરવણને સોંપાઇ છે.
૪. એરપોર્ટથી એરપોર્ટ સુધીના તમામ રૂટની જવાબદારી શમસેર સિંઘને સોંપવામાં આવી છે.
૫. અમદાવાદનાં તમામ ફરજ બજાવી ચુકેલા તમામ ઉચ્ચ અધિકારીઓને સુરક્ષાનાં બંદોબસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે.

એરપોર્ટ પર મળેલી આ બેઠકમાં ગાંધી આશ્રમની સુરક્ષાની જવાબદારી હજી સુધી કોઇ અધિકારીઓને સોંપી નથી. ગાંધી આશ્રમની સુરક્ષાની જવાબદારી માટેની ચર્ચા હજુ ચાલી રહી છે. તેમર્મોદી-ટ્રમ્પ રોડ શો કરવાનાં છે. તેની સુરક્ષા રિર્હસલ કયારે યોજવું તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ કોઇ નિર્ણય આવ્યો નથી.

પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં ફકત આંમત્રિત મહેમાનોને જ પ્રવેશ મળશે. સ્ટેડિયમમાં માત્ર કલેકટર દ્વારા આંમત્રિત કરાયેલા લોકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. આંમત્રણ ન મળયુ હોય તેવા નેતાઓને પણ સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળી શકે.

Leave a Reply

Your email address will not be published.