//

તહેવારને લઇ ગીતામંદિર એસ.ટી બસ સ્ટેશનની સુરક્ષા સઘન કરાઇ

દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા માહિતી મળી છે કે, આ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં આતંકવાદી હુમલો થઈ શકે તેમ છે. જેના પગલે અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેશનની સુરક્ષા વધુ સઘન કરી છે.

દિવાળીના તહેવારને લઈને ગીતામંદિર એસ.ટી બસ સ્ટેશને મુસાફરની ચહલપહલ વધી છે. એસટી નિગમ દ્વારા ગુજરાતના સૌથી મોટા શહેરને ગુજરાતના ખૂણે-ખૂણે સુધી જોડવા માટે આ તહેવારોમાં વધુ બસો દોડાવવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા પહેલેથી જ સંપૂર્ણ બસ સ્ટેશનને 32 CCTV કેમેરાથી સજ્જ કરી રખાયું છે. જેમાંથી હાલમાં 30 CCTV કેમેરા ચાલુ હાલતમાં છે. તેના મોનીટરીંગ રૂમમાં એસ.ટી.બસ સ્ટેશનમાં થતી ગતિવિધિઓ પર મોનીટર કરવામાં આવે છે.

આ સમગ્ર તહેવારો વચ્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે પોલીસની પીસીઆર વાન દ્વારા પણ પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઘટનાઓ અન્વયે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત એસટી નિગમ દ્વારા પણ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. જેઓ સ્ટેશનમાં આવતા ખાનગી વાહનોનું નિયમન કરે છે.

આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણને પગલે નિગમ દ્વારા સતત સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરાઇ છે. કર્મચારીઓ દ્વારા પણ સોસીયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તેઓ પ્રયત્ન કરાઇ રહ્યોં છે.

Leave a Reply

Your email address will not be published.