//

ભવનાથનાં શિવરાત્રિ મેળામાથી જુનાગઢ પોલીસે ૫૦ ચોરને ઝડપી પાડયા

જુનાગઢનો ભવનાથનો મીનીકુંભ મેળો શિવરાત્રિ દરમિયાન ૫ દિવસ યોજાય હતો. તેવામાં ચોર-લુંટારાઓની સંખ્યા વધી ગઇ હતી. જેમાં જિલ્લા પોલીસે એલ.સી બી, એસ.ઓ.જી અને ડીસ્ટાફની ખાસ ટીમની રચના કરી હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ભવનાથનાં મેળામાં પોલીસે આ વખતે ૫ દિવસ દરમિયાન ૫૦ ચોરોને અલગ-અલગ જગ્યાએથી ઝડપી પાડયા હતાં. આ વર્ષે મેળામાં ચોરોનો રાફડો ફાટયો હતો.

ભવનાથમાં મેળામાં આવતાં શિવભકતો મેળાની મોજ માણવા આવતા હોય છે. દરમિયાનમાં ચોર-લુંટાળાઓ અને ખિસ્સા કાતરુઓને મોકળુ મેદાન મળતુ હોય છે. જેથી મેળામાં ભીડભાડ હોવાથી તકનો લાભ લઇને ચોર-લુંટાળુઓની ટોળકી પોતાનાં હાથ સાફ કરી લે છે. પરંતુ આધુનિક યુગમાં પોલીસ ચોર-ટોળકીની કારીગરાઇને નાકામયાબ કરવામાં સફળ બની છે.

શિવભકતોને મેળામાં વધુ પ્રમાણમાં પાકિટો, મોબાઇલ તેમજ સામાનોની ચોરી થઇ હતી. જેથી પોલીસને ફરિયાદો કરી હતી. વારંવાર ફરિયાદો આવતા પોલીસે ચોકસાઇથી આધુનિક ઉપકરણોના માધ્યમથી આવી ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.  પોલીસની ટીમે ૫ દિવસમાં  ૫૦ જેટલા ચોર-લુંટાળુઓને ઝડપી પાડયા હતાં. તેમજ આરોપીઓ સામે ફરિયાદ નોંધી તજવીજ હાથધરી હતી.

Leave a Reply

Your email address will not be published.