/

મોદી-ટ્રમ્પના આગમન પૂર્વે સુરક્ષાની તૈયારીને આખરીઓપ

તારીખ 24 અને 25 ફેબ્રુઆરી ભારતના વાડા પ્રધાન નરેન્દ્ર મોદી  અને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ગુજરાત ની મુલાકાતે સહ પરિવાર આવવાના છે ત્યારે સુરક્ષાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લઇ મોટેરા સહીતના સ્થળોએ જ્યાં મુલાકાત લેવાના છે તે તમામ સ્થળો એ આજે સુરક્ષા એજન્સીઓએ એક રીહર્શલ કર્યું હતું જેમાં ભારત અને ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ અધિકારીઓ અને રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ મેડિકલ ,ફાયર બ્રિગેડ અને જરૂરી તમામ વિભાગો પણ રીહર્શલમાં જોડાયા હતા.

બે મહાનુભાવોની મુલાકાત દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જળવાઈ રહે અને જો કોઈ સ્થળ પર ક્ષતિ જોવા મળે તો તે ક્ષતિ દૂર કરવા માટે આજે રિહર્સલ કર્યું હતું આજે યોજાયેલ રીહર્શલમાં કેન્દ્ર અને રાજ્યોની અલગ અલગ વિભાગના  અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના વડા પણ જોડાયેલ હતા  તેમજ અમેરિકાથી ડોનલડ ટ્રમ્પ પરિવાર માટે આવેલી ખાસ સુરક્ષા એજન્સીઓ એ સમગ્ર રીહર્શલની સમીક્ષા કરી હતી સતત કલાકો સુધી અમદાવાદના રોડ શો રૂટ પર એલર્ટ સાયરનો થી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.