//

શિક્ષણ મંત્રી જરા અહીંયા જુઓ વિદ્યાર્થીઓ લોબીમાં બેસી ભણવા મજબુર બન્યા છે !

દેવભુમી દ્વારકા
દિનેશ વિઠલાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આવેલ કન્યા શાળામાં અન્ય બે શાળાના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર કન્યા, બેટ દ્વારકા ખાતે આવેલ કુલ ત્રણ સરકારી શાળામાંથી બે શાળાના બિલ્ડીંગ નવા બની રહ્યા હોવાથી એક શાળામાં કુલ ત્રણ શાળાના 900 થી વધુ વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોતરફ પાણી વચ્ચે આવેલ બેટ દ્વારકા કે જે ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર 4 હોઈ અને હજારો યાત્રિકો અહીં ભગવાન દ્વારકાધીશના દર્શને આવે છે પરંતુ હાલ બેટ દ્વારકામાં આવેલ સરકારી શાળામાં 900 બાળકો અભ્યાસ અર્થે આવે છે આ 900 બાળકો સરકારી શાળામાં અભ્યાસ અર્થે આવે છે સાંભળી ને ચોંકી ગયા ને ! પરંતુ આ જ હકીકત છે.

બેટ દ્વારકા ખાતે કુલ ત્રણ સરકારી શાળા આવેલ છે અને તેમાં બે શાળાના બિલ્ડીંગ જર્જરિત હોઈ તેથી તેનું નવું બિલ્ડીંગ હાલ બની રહ્યું છે જેના કારણે  કન્યા શાળામાં અન્ય બે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે બેટ દ્વારકામાં અંદાજિત 12 હજાર થી વધુ ની વસ્તી છે અને કુલ ત્રણ સરકારી શાળા આવેલ છે જેમાં કન્યા શાળા , કુમાર શાળા અને બાલાપર પ્રાથમિક શાળા પરંતુ બાલાપર પ્રાથમિક શાળા અને કુમાર શાળાનું બિલ્ડીંગ જર્જરિત થયું હોય જેથી નવા બિલ્ડીંગની મંજૂરી આપવામાં આવી છે જેના કારણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યા છે પરંતુ નવાઈની વાતતો એ છે કે બેટ દ્વારકા ખાતે કન્યા શાળામાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે ઓરડાઓ અને શિક્ષક પણ પૂરતા છે કન્યા શાળામાં અંદાજિત 350 જેટલી વિદ્યાર્થીનીઓ પણ અભ્યાસ અર્થે આવે છે પરંતુ પોતાની જ શાળામાં અન્ય શાળાના બાળકો અભ્યાસ અર્થે આવતા હોઈ ત્યારે તેઓને પણ અભ્યાસમાં તકલીફ પડી રહી છે.

મહત્વનું છે કે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને તેનું પરિણામ પણ કદાચ મળતું હશે પરંતુ બેટ દ્વારકા ખાતે આવેલ કન્યાશાળામાં કુમાર શાળા અને બાલાપર પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ મળી અંદાજિત 900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે હાલ કન્યા શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કન્યા શાળામાં 8 ઓરડાઓ આવેલ છે જેમાં બે પાળી માં અભ્યાસ કરવામાં આવે છે અને ત્રણ શાળાના બાળકો અભ્યાસ અર્થે આવે છે કહી શકાય કે સવારે 5 થી 8 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે અને બપોરે 1થી 4 ના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે એક શાળામાં કુલ ત્રણ શાળાના મળી 900 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોવાથી શાળાના શિક્ષકો ને પણ બાળકોને ભણાવવામાં તકલીફ પડી રહી છે તો બીજી તરફ બાળકોને પણ પૂરતા ઓરડાન હોવાથી અભ્યાસ માટે બહાર લોબીમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે.

એક તરફ બે શાળાના નવા બિલ્ડીંગનું કામ શરૂ છે તે સારી બાબત કહેવાય પરંતુ એક શાળામાંજ અન્ય બે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસમાં આવતા હોય ત્યારે આ કઈ પ્રકારનો વિકાસ અને કેવો વિકાસ કે જેમાં એક શાળામાં 900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે અને કેટલાક વિદ્યાર્થીઓને બહાર લોબીમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી બીજી વૈકલ્પિક જગ્યા આપી અને ત્રણ શાળાના વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળી રહે અને સારું શિક્ષણ મળે તેવી બેટના સ્થાનિકો માંગ  કરી રહ્યા છે કેમ કે એક શાળામાં ત્રણ શાળાના બાળકો અભ્યાસ માટે આવતા હોય તે ખૂબ દુઃખદ બાબત કહેવાય અને આ જ રીતે જો શાળાની હાલત રહેશે તો બેટ દ્વારકામાં પણ ખાનગી શિક્ષણનો પગ પેસરો થશે અને ગુજરાતભરમાં ખાનગી શાળા જે રીતે વધી રહી છે તે રીતે જ બેટ દ્વારકામાં પણ ખાનગી શાળા વધશે અને સરકારની શિક્ષણની નીતિ પર અને શિક્ષણ ક્ષેત્રે વધુ એક લપડાક કહી શકાય તેવી સ્થિતિ પણ બેટ દ્વારકામાં જોવા મળશે તો નવાઈ નહિ. બેટ દ્વારકામાં એક શાળામાં 900 થી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ.

ગામમાં કુલ ત્રણ શાળામાંથી બે શાળા જર્જરિત હોવાથી એક શાળામાં અભ્યાસ મરવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ. શાળામાં 900 થી વધુ વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકોને પણ બાળકોને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે બેટ દ્વારકા ખાતે આવેલ કન્યા શાળામાં જ કુમાર શાળા અને બાલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવોનો નારો પોકળ સાબિત થઈ રહ્યો છે. કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની સાથે જ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે મજબૂર બન્યા.

Leave a Reply

Your email address will not be published.