///

અમેરીકા ચૂંટણી : જુઓ ક્યા રાજ્યમાં કોની જીત થઇ, ગુજરાતીઓના ગઢમાં ટ્રમ્પની હાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં કેટલાંક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે તો કેટલાક રાજ્યોમાં મતગણતરીની શરુઆત થઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાંથી કોણ રાષ્ટ્રપતિ બનશે તેનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. જેમાં માત્ર અમેરિકા જ નહીં, પરંતુ દુનિયાભરની નજર અમેરિકાની આ ચૂંટણીના પરિણામ પર રહેલી છે.

મહત્વની વાત તો એ છે કે 9 મહિના પહેલા જ ગુજરાત પ્રવાસે આવેલા પ્રમુખ ટ્રમ્પની ગુજરાતીઓના જ ગઢ ન્યૂજર્સીમાં હાર થઇ છે. જ્યારે ફલોરિડામાં આગળ ચાલી રહ્યાં છે. સામે ટ્રમ્પ ઈલેક્ટોરલ વોટમાં પછડાયા છે.

આ તકે ચાલુ ગણતરી દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને જીતનો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઘણી જગ્યાએ ગણતરીમાં ફ્રોડ થઈ રહ્યું છે. જોકે અમે ચૂંટણી જીતીશું. આ તકે પ્રમુખ ટ્રમ્પે મતદારોનો પણ આભાર માન્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીના પરિણામ પર ટ્વિટ કર્યું છે અને કહ્યું કે હું રાત્રે નિવેદન આપીશ, મોટી જીત. બાઇડેન જનમત ચોરી કરવાના પ્રયાસમાં છે, મતદાન બંધ થયા બાદ મત ન આપી શકાય

અમેરીકામાં હાલમાં આંકડા પર જો નજર નાખીએ તો બાઇડનને 224 વોટ, જ્યારે ટ્રમ્પને 213 વોટ મળી ચૂક્યા છે. ખાસ વાત તો એ છે કે ફ્લોરિડામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. 100 વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે આ સ્વિંગ સ્ટેટમાં જે જીતે છે તે જ વ્હાઈટ હાઉસ સુધી પહોંચે છે
મહત્વનું છે કે જીતવા માટે 270 ઇલેક્ટોરલ વોટ જરૂરી છે.

ક્યા રાજ્યમાં કોની જીત

બાઇડેનની જીત

અમેરિકાના ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેનને ન્યૂ મેક્સિકો, મૈસચુસેટસ, ન્યૂ જર્સી, મેરીલેંડ, વર્મોટ, કનેક્ટિકટ, ડેલાવેયર, કોલોરાડો સિત ન્યૂ મેક્સિકો અને ન્યૂ હેમ્પશાયરમાં જીત મળી છે.

આ ઉપરાંત મિનેસોટામાં જીત મળી છે. મિનેસોટોમાં 10 ઇલેક્ટોરલ મત છે અને આ ડેમોક્રેટિક તરફનું રાજ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત બાઇડેનને હવાઇ, વોશિંગ્ટન, ઓરિગન, કેલિફોર્નિયા અને ઇલિનોયસ, ન્યૂ મેક્સિકો, ન્યૂ હેમ્પશાયરમાં પણ જીત મળી છે.

ટ્રમ્પની જીત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્યોમિંગ, કંસાસ, મિસૌરી, મિસિસિપમાં જીત પ્રાપ્ત થઇ છે.

આ ઉપરાંત યૂટાહ, નેબ્રાસ્કા, લુઇસિયાના, યૂટાહ, નેબ્રાસ્કા, લુઇસિયાનામાં પણ જીત મળી છે.

Leave a Reply

Your email address will not be published.