///

ગીરના જંગલમાં જોવા જેવી થઈ, સિંહને જોઈને દીપડો ઝાડ પર ચઢી ગયો

ગીરના જંગલમાં હંમેશા પ્રાણીઓની દરેક હરકત પર કેમેરાની બાજ નજર હોય છે , ત્યારે પ્રાણીઓની આ પ્રકારની હરકતો જોવાનું લોકો પસંદ કરતા હોય છે. ત્યારે આવું જ એક દ્રશ્ય ગીરના જંગલમાંથી સામે આવ્યું છે, જે પહેલા ક્યારેય બન્યું નથી. ગીરના જંગલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે હાલ ચર્ચામાં છે. જેમાં વૃક્ષ પર ઉભેલો દીપડો અને નીચે ઉભેલા સિંહનો એક વીડિયો વાયરલ થયો છે.

ગીરના જંગલનો વીડિયો અને ફોટો વાયરલ થયો છે. જેમાં વૃક્ષ પર દીપડો ઉભો છે, જ્યારે નીચે સિંહ ઉભો છે. સિંહ દીપડાના નીચે ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. જેથી તે હુમલો કરી શકે. જેના બાદ વૃક્ષ પરથી નીચે ઉતરીને ભાગતાં દીપડા પાછળ સિંહ દોટ મૂકતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે જોવાની લોકોને મજા પડી રહી છે. આ વાયરલ વીડિયોમાં સિંહથી બચવા દીપડો ઝાડ પર ચઢી જાય છે અને પછી છલાંગ મારી ભાગી છુટે છે અને સિંહ તેનો પીછો કરતાં નજરે પડે છે. વીડિયો ત્રણેક દિવસ પહેલા કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો સાથે જ સિંહ દર્શન માટેના રૂટ નં. 1, 3, 4 અને 7 નજીકનો આ વિસ્તાર હોવાનું જાણકારોનું માનવું છે.

પરંતુ વાયરલ થયેલા ફોટો અને વીડિયો એક જ ઘટનાના છે કે અલગ અલગ તે અંગે અવઢવ છે. આ વાયરલ વીડિયો ગીરના જંગલનો હોવાનું પ્રાથમિક તારણ છે, પરંતુ ચોક્કસ રીતે ક્યાં વિસ્તારનો છે તે અંગે અસમંજસ છે. સોશિયલ મીડિયામાં સિંહ અને દિપડા વચ્ચેના ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે અને ખૂબ જોવાઈ પણ રહ્યો છે. વન્ય પ્રાણીઓ વચ્ચેના આ પ્રકારના વીડિયો ભાગ્યે જ કેમેરામાં કેદ થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.