/

હોસ્પિટલોના અભાવને જોતા અમિતાભ બચ્ચને રેલ્વે બોગીનો ઉપયોગ કરવા આઈડિયા આપ્યો

કોરોના વાયરસના ખતરાથી બચવા ભારતને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સામાન્ય નાગરિકોથી લઈને સેલેબ્સ પણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.. ત્યારે સોશ્યલ મીડિયા પર ખૂબજ સક્રિય સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંબંધિત અપડેટ્સ શેર કરી રહ્યા છે. સાથેજ તેમણે તાજેતરમાં એક સૂચન પણ શેર કર્યું છે. તો અમિતાભ બચ્ચને એક તસવીર શેર કરી છે જે તસવીરમાં કોઈ વ્યક્તિ દ્વ્રારા એક આઈડિયા શેર કરાયો છે.. તસવીરને જોતા અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યું કે મારા મતે, આ ખૂબજ ફાયદાકારક વિચાર છે. તસવીરમાં લખ્યું હતું કે- એક વિચાર જે તમામ સરકારી વહિવટને મોકલી શકાય છે. આ સમયે લોકડાઉન થવાના કારણે તમામ રેલ્વે સેવાઓ ઉભી છે. રેલ્વે બોગીઓ પણ તેઓની જેમ ઉભી છે. દરેક બોગીમાં 20 ઓરડાઓ છે જેનો ઉપયોગ કરી શકાય છે. 3000 રેલ મુજબ 60 હજાર રૂમમાં લોકોને એકલતાની સ્થિતિમાં લઈ જઈ શકાય છે. જો કોઈ હોસ્પિટલની અછત સર્જાય તો આ વિચારનો ઉપયોગ કરવો વધુ સારો છે.

Leave a Reply

Your email address will not be published.