/

પંજાબના સ્ટેટ આઇકોન તરીકે આ ધાસુ અભિનેતાની પસંદગી

અભિનેતા સોનૂ સૂદને ભારતીય ચૂંટણી પંચે પંજાબ રાજ્યના સ્ટેટ આઇકૉન તરીકે પસંદગી કરી છે. સોનૂએ આ સમ્માન પર ખુશી વ્યક્ત કરી હતી. સોનૂ સુદની પસંદગીથી તે સમ્માનિત થયાની લાગણી અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે સોનૂએ લૉકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી હતી. તે સતત બીજા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા હતાં, જેથી તેઓ પોતાના ઘર સુધી પહોંચી શકે.

આ ઉપરાંત સોનૂએ હજારો મજૂરો સિવાય અનેક અન્ય લોકોને ફેસ શીલ્ડ, ખોરાક, મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓની મદદ કરી છે.

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સોનૂ સૂદએ કહ્યું હતું કે, તે પોતાની આત્મકથા લઇને આવી રહ્યા છે, જેનું નામ ‘મે મસીહા નહીં હૂં’ છે.

Leave a Reply

Your email address will not be published.