/

સેલ્યુટ ગુજરાત પોલીસ : પુત્ર હોસ્પિટલમાં અને આ પોલીસ અધિકારી લોકડાઉનને પગલે જનતાની સેવામાં

ગુજરાત પોલીસને સલામ કરવાની ખરેખર જરૂર છે કારણ કે હાલ પોલીસજ ગંભીર રોગની બીમારી સામે પોતાની માનવતા મહેકાવી રહી છે સતત ફરજ પર રહી જનતાની જવાબદારી પોતાના સિરે લઇને ફરે છે પરંતુ કેટલાક પોલીસ અધિકારી એવા છે જેણે પોતાની તો નહિ પોતાના પરિવાર કે બાળકોની પણ પરવાહ કરવાની ફુરસદ નથી. કારણ કે હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની સરકારે રજા રદ કરી છે અને સતત ફરજમાં રહેવાના આદેશ કર્યા છે ત્યારે ગુજરાત માં કલમ 144 અને લોક ડાઉન છે તેવા સમયે પ્રજાજનો ઘરની બારે નીકળે નહીં અને ગંભીર રોગ કોરોના વાયરસ લોકો ફીલાવે નહીં તેવા સમયે ગુજરાત પોલીસના જાંબાઝ અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીએ પોતાની ફરજ અદા કરી છે ગુજરાત પોલીસના રાજકોટના ડી,સી,પી ઝોનના પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા સતત ચોવીસ કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ પોતાનો પુત્ર ખાનગી હોસ્પિટલ માં આંતરડાની સારવાર હેઠળ છે તેમની દરકાર કરવાને બદલે પોતે પોતાની ફરજ અને નિષ્ઠાને જવાબદારી પૂર્વક નિભાવી રહ્યા છે. ક્યારેક સામાન્ય માણસ પોલીસની મજાક ઉડાવે છે. પરંતુ ખરેખર આવી કપરી પરિસ્થિતિમાં લોકો પોતે પણ ઘરની બહાર નીકળતા ડરી ગયા છે. ત્યારે આવા બાહોશ પોલીસ અધિકારીને ગુજરાતની જનતાએ પણ મનોહરસિંહ જાડેજાને સેલ્યુટ કરવું પડે.

Leave a Reply

Your email address will not be published.