/

માછીમારોની સમુદ્વ સુરક્ષા સલામતી માટે યોજાયો સેમિનાર

દીવનાં વણાકબારામાં ગ્રામ પંચાયત ખાતે માછીમારો માટે સુરક્ષા સલામતીને લઇને માછીમારોને સજાગ રહેવામાં માટે સલામતી કેવી રીતે જાળવવી તેના માટે જાગૃતતા કાર્યકમનું આયોજન થયુ હતું. જેમાં માછીમારોને સમુદ્રમાં પોતાની સુરક્ષા કઈરીતે રાખવી અને માછીમારોને સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દીવના વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે માછીમારોને સમુદ્ર સુરક્ષા સલામતીને લઈને જાગૃતતા કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન દીવ ફિશરીઝ ઓફિસર સુકર આંજણી, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ વિરજી સિકોતેરીયા નેટ ફિશ સ્ટેટ કોડિનેટર જીગ્નેશ વિસાવડીયા,બી.જે.યાદવ ફાઉન્ડેશન ના પ્રમુખ કાનજી બી યાદવ,તજજ્ઞ શ્રી ડો.કેતન.વી.ટાન્ક, ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત માછીમારોને સમુદ્રમાં માછીમારી માટે જતા હોય ત્યારે બોટમાં સમુદ્ર સુરક્ષા સલામતી કઈ રીતે લઈ શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેવો ને માછીમારી માટે સમુદ્રમાં જાય ત્યારે મેડીકલ કીટ રાખવી GPS નો ઉપયોગ કઈરીતે અને ક્યારે કરવો, સમુદ્રમાં રહેલી બોટોમાં કયા કલરની લાઈટ શું સૂચનો કરે છે તેના વિશે માહિતી આપવામાં આવી,દરેક બોટે પોતાના અસલ ડોક્યુમેન્ટ તેમજ ખલાસીના ઓળખ પત્રો સાથે રાખવા વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી સાથે સાથે માછીમારો માટેની યોજનાઓ અને સબસિડી વિશે પણ જાણકારી અપાઈ હતી વણાકબારાના ઉપસ્થિત માછીમારોને લાઈફ જેકેટ,ડફરા તથા બીજા અનેક સાધનોના ઉપયોગ કઈરીતે કરવો તેના વિશે માહિતી અપાઈ હતી આ પ્રસંગે માછીમારોને પ્રોજેક્ટર પર પણ જાણકારી અપાઈ હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તજજ્ઞો દ્વારા માછીમારોના પ્રશ્નોને સાંભળી યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.