ગુજરાત કોંગસની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જે કોંગ્રેસના મોટા નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં ડિજિટલ મેમ્બરશીય અભિયાનને અંગે યોજવામાં આવી હત. જેમાં કોંગ્રેસનાં દરેક કાર્યકતાઓથી માંડીને નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

કોંગૅેસની મહત્વપૂર્મ બેઠકમાં કોંગ્રેસનાં મોટા ગજનાં બે નેતાઓ ગેરહાજર હતાં. જેને લઇને કોંગ્રેસ પાર્ટીમાં અંદર-અંદર કંકાસ ચાલતો હોવાનું માલૂમ પડયુ છે.કોંગ્રેસની ડિજિયલ સદસ્યતા અભિયાનની મહત્વપૂર્ણ બેઠકમાં કોેંગ્રેસનાં અર્જુન મોઢવાડિયા તેમજ તુષાર ચૌધરી ગેરહાજર હતો. અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરીની ગેરહાજરીને લઇને અનેક તક-વિર્તક કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં આ નેતાઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. થોડા સમય પહેલા જ અર્જુન મોઢવાડિયાએ ટવીટ કરીને પોતાનો રોષ શોશિયલ મીડિયામાં ઠાલવયો હતો. જેને લઇને સાબિત થયુ છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પાર્ટીથી ખફા છે.