///

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન, વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતાં, પરંતુ આજે સવારે 3.30 કલાકે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતાં, પરંતુ આજે સવારે 3.30 કલાકે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતાં. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલએ બુધવારે સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓએ લખ્યું કે, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 કલાકે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમના શરીરના અનેક અંગો કામ કરતા બંધ થઈ ગયા હતાં, ત્યારબાદ તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોરોના પોઝિટિવ હતાં. ઓક્ટોબરથી તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતાં. આ તકે બુધવારે વહેલી સવારે 3.30 કલાકે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું નિધન થયું હતું. તેઓને રવિવારે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનો કાર્યકાળ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ 1977થી 1989 એમ ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતાં. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતાં. તેઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતાં.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કરતા કહ્યું કે, અહેમદ પટેલના નિધનથી દુ:ખી છું. તેઓએ ઘણા વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતાં. કોંગ્રેસને મજબૂત કરવામા માટે તેઓને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published.