///

દારૂબંદીને લઇને જગદીશ ઠાકોરના સરકાર પર સનસનીખેજ આરોપ

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું હોવાની વાત થોડા સમય પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાતે સમયે ગુજરાતમાં દારૂબંધી કડક બનાવવાની વાતો વહેતી થઇ હતી પરંતુ હવે હોળીનો તહેવાર જેમજેમ નજીક આવી રહ્યો છે તેમતેમ દારૂનું દુષણ વધતું જાય છે બે દિવસ પહેલાજ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો જે વિડીયો માં યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા ને દારૂથી સ્નાન કરતા નઝરે પડતા હતા.આ વિડીયોને લઇને ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર મેદાનમાં આવ્યા.

અશોક ગેહલોતની ગુજરાતમાં દારૂબંધીના લિરાઉડ્યા હોવાની વાતને સમર્થન આપીને ગુજરાતની ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ઉપરથી નીચે સુધી હપ્તા પહોંચે છે ગુજરાતમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ અને સેવન વધી રહ્યું છે દરરોજ દારૂના કન્ટેનરો ઉતરે છે જગદીશ ઠાકોરે સરકાર પર તીખાતેવર વરસાવી સરકાર દારૂબંધી ની વાતો ને મજાક ગણાવી હતી અને દારૂબંધી કાગળ પર જ હોવાની વાત કરી સરકારની ઝાટકણી કાઢી હતી.ગાંધીજીનું ગુજરાત છે અહીં દારૂબંધીનું ચુસ્તપણે પાલન થવાને બદલે સરકાર બુટલેગરો ને છાવરી ને મોટી કમાણી કરી રહ્યા છે તેવું નિવેદન કર્યું હતું .

Leave a Reply

Your email address will not be published.