//

સુરક્ષા કર્મીઓ માટે અલાયદી સુવિધા ઉભી કરાઇ


અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા અને વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં મોઢેરા સ્ટેડિયમનાં ઉદ્વધાટન માટે આવી રહ્યા છે. તેને પગલે પોલીસ ખડેપગે મહાનુભાવોને સુરક્ષા પ્રદાન કરશે. જેની સંપૂર્ણ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજથી જ અમદાવાદ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. જેમાં એરપોર્ટ, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમમાં બંદોબસ્ત આજથી લાગુ પડી ગયો છએ. બહારગામથી આવતા પોલીસકર્મીઓ માટેરા, સાબરમતી, એરપોર્ટની આસપાસ આવેલી વાડીઓ, મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ અને કેટલીક શાળાઓમાં તેમનાં રહેવાની સુવિધા કરી છે. મહિલાપોલીસ કર્મીઓ માટે આશારામ આશ્રમ પાસે આવેલી મુકબધિર શાળામાં રહેવાનું નક્કી કરાયુ છે. તેમજ પોલીસકર્મીઓનાં જમવા માટે વ્યવસ્થાઓ અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી છે. જેને પગલે ૪ દિવસ માટે જે-જે જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલા છે તે સ્થળે જમવા માટેના ફુડ પેકેટો ફાળવવામાં આવશે. ૨૩મી ફેબ્રુઆરીની રાતે પોલીસકર્મીઓનાં બે શિફટ પોઇન્ટ ફાળવવામાં આવશે. ૨૪મી ફેબ્રુઆરીએ આખો દિવસ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.