/

હિમાચલ પ્રદેશમાં ગંભીર અકસ્માત, 7ના મોત, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

હિમાચલપ્રદેશ રાજ્યના મંડીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે.

ચંડીગઢ-મનાલી હાઈવે પર એક પિકઅપ વાહન નદીમાં ખાબકી હતી. જેમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત વહેલી સવારે 3 કલાકે સર્જાયો હતો. આ અકસ્માતમાં વાહન ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે.


વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

આ અકસ્માતની ઘટનાને લઇ વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશની મંડીમાં અકસ્માતની ઘટનાના સમાચાર મળતા દુ:ખ થયુ છે. સરકાર રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિજનો સાથે મારી સંવેદના છે. આ ઘટનામાં ઘાયલ લોકો તુરંત સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરૂ છું.

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બિહારના રહેવાસી હતાં. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.