/

કોરોના જેવા ગંભીર વાઇરસની પણ લોકો આવી રીતે કરે છે મજાક

કોરોના વાયરસનો ફફડાત લોકોમાં જોવા મળયો છે. પરંતુ કેટલાક અસામાજીક તત્વો કોરોના વાયરસની સમસ્યાને મજાક બનાવીને ખોટી અફવાઓ ફેલાવે છે. તેમજ તંત્રને પણ કોરોનાને લઇને ફેક ફોન કોલ કરીને હેરાનગતી કરતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને ગુરૂવારે ફોન કરીને જાણકારી આપી હતી કે, તેમની સોસાયટીમાં હોમ કવોરન્ટીન કરવામાં આવેલા બે વ્યકિતઓ જાહેરમાં ફરે છે. જેના પગલે તાત્કાલિક મનપા તંત્ર દોડતુ થયું હતું. પરંતુ બાદમાં ફેક ફોન કોલ કરવાનું સામે આવ્યુ હતું.

શહેરમાં ૧૪ માર્ચનાં રોજ અમેરિકાથી આવેલા બે પરિવારને ૨૮ દિવસ સુધી હોમ કવોરન્ટીન કરવામાં આવ્યા હતાં. પરંતુ બુધવારે કોર્પોરેશનને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે, આ બે વ્યકિતઓ ઘરની બહાર ફરી રહ્યા છે. જેથી પોલીસની ટીમ આ બંને વ્યકિતઓના ઘરે તપાસ માટે ગઇ હતી. જેથી કોઇ અસામાજીક તત્વોએ પોલીસને ગેરમાર્ગે દોરાવયા હોવાનું સામે આવ્યુ હતું. વ્યકિતઓએ જણાવ્યુ હતું જેથી ગુરૂવારે AMCના અધિકારીઓએ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાથે સંકલન સાધીને તેમના વિરુદ્વ પગલા લેવા જણાવ્યુ હતું. 

Leave a Reply

Your email address will not be published.