//

વેક્સિનની આડઅસરનો દાવો કરનાર પર સિરમ ઇન્સ્ટિટ્યુટે આપી 100 કરોડના વળતરની ધમકી

કોરોના વેક્સિન બનાવનાર કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિડ 19ની સંભવિત રસીના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે નકારી દીધો છે. જેમાં કંપનીએ ખોટા આરોપ લગાવવાને પગલે 100 કરોડ રૂપિયાનો ભારે ભરખમ દંડ વસૂલવાની પણ ધમકી આપી છે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, નોટીસમાં લગાવવામાં આવેલા આરોપ દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા ઉક્ત વ્યક્તિની ચિકિત્સા સ્થિત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસીના ટેસ્ટની તેની સ્થિતિ સાથે કોઇ સંબંધ નથી. કંપનીએ કહ્યું કે, તે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે ખોટી રીતે રસીને જવાબદાર ગણાવી રહ્યા છે. તે આ પ્રકારના આરોપોને લઈને પોતાનો બચાવ કરશે અને ખોટા આરોપો માટે 100 કરોડ રૂપિયા સુધી માનહાનિનો દાવો કરી શકે છે.

નોંધનીય છે કે, કોવીશીલ્ડ વેક્સિનના ટેસ્ટીંગમાં ચેન્નઇમાં ભાગ લેનાર એક 40 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે, ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા અને જ્ઞાનેંદ્રીય સંબંધી સમસ્યા સહિત ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા અન્યને પાંચ કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માંગ કરી છે. તેને પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોવિડ-19 રસી કોવીશીલ્ડ બનાવવા માટે ગઠબંધન કર્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ભારતમાં આ રસીનું પરીક્ષણ પણ કરી રહી છે. ઓક્સફોર્ડ યૂનિવસિટીની વેક્સિન બિલકુલ પોતાના અંતિમ પડાવ પર હતી કારણ કે અંતિમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. એટલે કે પહેલાંના તમામ ટ્રાયલ્સ સુરક્ષિત સિદ્ધ થયા હતા પછી અચાનક આ ઘટના બાદ ટ્રાયલ પ્રતિબંધ લગાવવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published.