///

ભારત બંધ : ખેડૂત આંદોલનની અસર Indian Railways ને પડી, અનેક ટ્રેન કરાઇ રદ

કેન્દ્રના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તેના ભાગરૂપે આજે મંગળવારે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ છે. ખેડૂતોના વિરોધને લઈને ભારતીય રેલ્વેએ કેટલીક ટ્રેનો રદ્ કરી છે અને કેટલાકના રૂટ બદલ્યા છે. કેટલીક ટ્રેન આંશિક રીતે પણ રદ્ કરાઈ છે.

રેલ્વેએ જે ટ્રેનોને આંશિક રીતે રદ્ કરી છે તે અડધા રસ્તે ટર્મિનેટ થશે. ત્યારબાદ ફરીથી શરૂ થશે. રેલ્વેએ અજમેરથી અમૃતસર જનારી ટ્રેન 09613 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન, અમૃતસરથી અજમેર આવનારી 09612 સ્પેશ્યલ ટ્રેન 9 ડિસેમ્બરે રદ્ કરી છે. ડિબ્રુગઢથી અમૃતસર એેક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે અમૃતસર થતી ડિબ્રિગઢ આવનારી 05212 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન 10 ડિસેમ્બરે રદ્ થશે. આ સિવાય અમૃતસર- જયનગર એક્સપ્રેસ 8 ડિસેમ્બરે ડાયવર્ટ કરાશે. આ ટ્રેન અમૃતસર- તરનતારન-બીસ થઈને પસાર થશે.

આ ટ્રેનો આંશિક રદ્દ

  • નાંદેડ – અમૃતસર એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ટર્મિનેટ થશે.
  • 10 ડિસેમ્બરે અમૃતસર – નાંદેડ એક્સપ્રેસ નવી દિલ્હીથી શરૂ થશે.
  • બાંગ્રા ટર્મિનસ – અમૃતસર એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે ચંડીગઢમાં ટર્મિનેટ થશે.
  • અમૃતસર – બાંદ્રા ટર્મનિસ એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 10 ડિસેમ્બરે ચંડીગઢથી શરૂ થશે.
  • જયનગર – અમૃતસર એક્સપ્રેસ 8 ડિસેમ્બરે અંબાલામાં ટર્મિનેટ થશે.
  • કોલકત્તા – અમૃતસર એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં ટર્મિનેટ થશે.
  • અમૃતસર – કોલકત્તા એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી શરૂ થશે.
  • કોરબા – અમૃતસર એક્સપ્રેસ 8 તારીખે અંબાલામાં ટર્મિનેટ થશે.
  • અમૃતસર – કોરબા એેક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 10 તારીખે અંબાલાથી શરૂ થશે.
  • ડિબ્રૂગઢ – અમૃતસર એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન 8 તારીખે અંબાલામાં ટર્મિનેટ થશે.

Leave a Reply

Your email address will not be published.