//

જે કોમ અવાજ નથી ઉઠવતી તે માત્ર લાશો ઉઠાવે છે : કોંગ્રેસ કોર્પોરેટર શાહ નવાઝ શૈખ

રાજનૈતિક પાર્ટીના નેતાઓ અવાર-નવાર વાદ-વિવાદમાં આવતાં હોય છે. તેમજ શોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કરીને અવાર-નવાર ચર્ચામાં આવતાં હોય છે. આવો જ એક કિસ્સો કોંગ્રેસમાં બન્યો છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરએ શોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કરી છે. જે વાયરલ થવાથી નવો વિવાદ ઉભો થયોે છે.

જમાલપુરનાં કોર્પોરેટર શાહનવાઝ શેખે આડકતરી રીતે ફેસબુકનાં માધ્યમથી કોમી ઉશ્કેરણીની દિલ્હીની વર્તમાન સ્થિતિને લઇને પોસ્ટ કરી છે. જે અવાજ નથી ઉઠાવતી તે કોમ ખાલી લાશો જ ઉઠાવે છે. તેમ કહીને સરકાર સામે નિશાન તાકયુ છે. જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખની ફેસબુકમાં કરેલી ટિપ્પણીથી નવો વિવાદ ઉભો થયો છે. અને કોમવાદ વિશે ઉશ્કેરણી જનક વિવાદીત ટિપ્પણી કરી છે.

Leave a Reply

Your email address will not be published.