/

દિલ્હી ઇલેકશન : વિવાદિત શાહીન બાગ વાળી બેઠક પર કઇ પાર્ટીનો થયો વિજય જાણો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે સૌથી ચર્ચાસ્પદ ઓખલા સીટ પર સૌની નજર હતી. આ સીટ પર શરૂઆતી આંકડાઓમાં ભાજપ આગળ ચાલતું હતું. પણ આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાનનો વિજય થયો.

મહત્વની વાત છે કે શાહીન બાગમાં છેલ્લા 2 મહિનાથી #CAA અને #NRC વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. ભાજપ તરફથી શાહીન બાગને ચૂંટણીનો મોટો મુદ્દો બનાવવાનો પ્રયત્ન થયો અને મીડિયામાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો.

Leave a Reply

Your email address will not be published.