/

દિલ્હીમાં કેજરીવાલ નહિ પણ મોદી-શાહની જોડી સામે શક્તિસીંહ ગોહિલને મેદાને ઉતારવા પાછળનું રાજકીય ગણિત વાંચો

ગુજરાત કોંગ્રેસના પીઢ અને પ્રબુદ્ધ નેતા હવે દિલ્હીમાં ભાજપના ગુજરાતી નેતા સામે લડત લડી પ્રજાને થતા અન્યાય સામે લડત લડવા મેદાને ઉતારશે વર્ષોથી ગુજરાત કોંગ્રેસમાં પીઢ બાહોશ અને બુદ્ધિશાળી નેતા તરીકે  છાપ ધરાવતા વકીલ નેતા તરીકે ઉભરી આવેલા કાયદાના જ્ઞાની શક્તિસિંહ ગોહિલ હવે દિલ્હી દરબારમાં એક પછી એક તિર નિશાને લગાવશે કોંગ્રેસ પક્ષના વફાદાર અને અલગઅલગ રાજ્યોની જવાબદારી નિભાવી ચૂકેલા અને જેતે વખતે  કોંગ્રેસ  શાસીત ગુજરાત હતું ત્યારે પણ મહત્વની ભૂમિકા ભજવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા શક્તિસિંહ પર કોંગેસે વધુ એક વખત વિશ્વાસ મુક્યો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસને મોટો ઝટકો લાગતા કોંગ્રેસ પક્ષે તાત્કાલિક અસરથી શક્તિસિંહને દિલ્હીની જવાબદારી સોંપી છે. શક્તિસિંહ કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવે છે અને રાજકીય સોગઠાં ગોઠવવામાં પણ શક્તિસિંહ માહિર છે. ક્યાં મહોરને ક્યારે કેમ નિશાને બનાવવો તેની પુરી શૂઝબૂઝ ધરાવે છે,ભાજપ ના બે ગુજરાતી નેતાને ભીડવવા હવે કોંગ્રેસે પણ તીર ગોઠવી લીધું છે દિલ્હીના ચૂંટણી પરિણામ પછી નાસીપાસ કોંગ્રેસે દિલ્હી વિધાનસભા અને લોકસભામાં ક્યાં નેતાને કેમ તીર મારવું એ શક્તિસિંહ ગોહિલ જાણે છે તેથી શક્તિસિંહેને દિલ્હી દરબાર માં મોકલીને ચાણક્ય કહેવાતા ભાજપના નેતાને નિશાન બનાવવા કોંગ્રેસ ચૉપાટ ની રમત શરૂ કરી છે.

શક્તિસિંહ આમતો ધીરગંભીર અને બુદ્ધિશાળી નેતા તરીકે જાણીતા છે શક્તિસિંહે ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી આજે પણ ઘણા નેતા કોંગ્રેસ છોડી અન્ય પક્ષો માં જતા રહ્યા પરંતુ શક્તિસિંહ આજે પણ સત્તા નહિ હોવા છતાં પ્રજાના પ્રશ્નો માટે રાજ્યો અને કેન્દ્રો નું સરકારો સામે અડીખમ ઉભા રહીને લડત લડે છે વાંકછટાથી ખુબજ બુદ્ધિ પૂર્વક બોલીને વિરોધીને નિશાન બનાવી શક્તિસિંહ ભલભલાને વિચાર કરી દેતા રહે છે. હવે વાત રહી દિલ્હી દરબારની તો ત્યાં શક્તિસિંહ જવાબદારી સંભાળે અને શૂન્યમાંથી સર્જન કરીને કામ કરવાનું છે જોકે કેજરીવાલના કામો અને કેન્દ્રના નેતાઓની કેટલીક નિતીસામે શક્તિસિંહ કેવી રીતે કેટલું કામ કરી બતાવશે તે કોંગ્રેસ જાણેછે તેથીજ તેમને દિલ્હીના દરબારમાં મોકલવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે લીધો છે.

કોંગ્રેસ પક્ષ સારીરીતે જાણેછે કે શક્તિસિંહ પક્ષ વિરોધી કોઈ પ્રવૃત્તિ નહિ કરે અને પક્ષને વર્ષોથી વફાદાર રહેલા પક્ષના હિતમાં જ નિર્ણયો લેશે જે પક્ષ અને પ્રજા બન્ને જાણે જોકે જયારે ગુજરાતમાં શક્તિસિંહ પર કોંગ્રેસની જવાબદારી હતી ત્યારે વફાદાર સેનિક તરીકે શક્તિસિંહે પોતાની જવાબદારી નિભાવી હતી જેનું કોંગ્રેસે શક્તિસિંહ ને પરિણામ આપ્યું છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published.