//

શક્તિસિંહ ગોહિલની ખૂબ આેછી જાણીતી વાત જાણો

શક્તિસિંહ બાપુ ગુજરાત ના મહાન કવિ તથા સાહિત્યકાર અને કવિ કલાપીના નામથી જાણીતા સૂરસિંહજી તખતસિંહજી ગોહિલના વંશજ છે શક્તિસિંહ બાપુ લાઠી સ્ટેટના રાજવી પરિવાર માથી આવે છે તેમનુ સાચું નામ હરિહર સિંહ છે પરંતુ તેઆે માતાજીના પ્રસાદ રુપે મળેલા તેથી નામ શક્તિસિંહ પડ્યું.

શક્તિસિંહ બાપુના પૂર્વજોએ સાેમનાથ મંદિરના રક્ષણ માટે જીવ આપી દીધેલા આજે પણ તેમના પાડીયા ત્યાં છે (હમીરસિંહ ગોહિલ). શક્તિસિંહ રાજવી પરિવાર સુખી સંપન્ન પરિવાર માથી આવતાં હોવા છતાં તેમણે MR જેવી સામાન્ય નોકરી પણ કોલેજ દરમ્યાન કરી હતી જે તેમની સાદગી દર્શાવે છે. બાપુને કોંગ્રેસે સામેથી ટીકીટ ની આેફર કરી હતી.

શક્તિસિંહ ગોહિલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકના સિનિયર નેતા ગણવામાં આવે છે શક્તિસિંહ ધીર ગંભીરઅને વાકછટામાં માહિર માનવામાં આવે છે. શક્તિસિંહ ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે નજીકથી સારા સબંધો ધરાવે છે ગત રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહે ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પોતાની આગવી સુઝબુઝથી ભાજપાને મોટી પછાડ પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.