રાજ્યસભામાં ટિકિટ મળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષ અને મવડી મંડળનો આભાર માન્યો હતો. વધુમાં કહ્યું હતું કે મારા પક્ષના ધારાસભ્યના સમર્થનથી રાજ્યસભામાં લોકપ્રશ્નો ત્યાં મુકીશ. પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકીની પણ જાહેરાત કરાઈ છે. વધુમાં શક્તિસિંહે કહ્યું કે કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો જીતશે.

ભાજપ પર આકરા પ્રહારો
ભાજપ ત્રણ ઉમેદવાર ઉભા રાખશે તે સવાલ પર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અટલબિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હોર્સ ટ્રેડિંગ બંધ થાય તે માટે સુધારા કર્યો હતો. જે રીતે ભાજપ ખરીદવેચાણ ની કામગીરી કરે છે તે યોગ્ય નથી. અમારો ધારાસભ્ય કોઈ ફરવાનો નથી, અહેમદ ભાઈ ની ચુંટણી વખતે ક્રોસ વોટીંગ કરનાર ને જનતા એ હરાવ્યા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર શક્તિસિંહે આક્ષેપ કરતા કહ્યું કે જનતાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને જાકારો આપ્યો હતો.અમારા પક્ષના ધારાસભ્યો ગરીબ હશે પણ મારા પક્ષના ધારાસભ્યો વેચાશે નહી. કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી છે. આમારા ધારાસભ્યોએ આંતરિક લોકશાહીનો ઉપયોગ કર્યો પણ અશિસ્ત નથી થયા. અમે ગુજરાત ના પ્રાણ પ્રશ્નો નો અવાજ ઉઠાવીશુ. મારા પક્ષ ના ધારાસભ્યો નિષ્ઠાવાન છે.
શક્તિસિંહના નામની જાહેરાત થતા તેના સમર્થકો અભિનંદન આપવા આપવા પહોંચી ગયા હતા.