///

બનાસ ડેરીના ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની વરણી કરાઈ

બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે આખરે અંતિમ મહોર મારી દેવામાં આવી છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન પદે ફરી એક વાર શંકર ચૌધરીની જ વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ફરી એક વાર બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. તો વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે.

અગાઉ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સંપૂર્ણ નિયામક મંડળ બિનહરીફ થઈ ગયું હતું. બનાસ ડેરીના 16એ 16 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારે શંકર ચૌધરીનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. આ જંગમાં શંકર ચૌધરીના હરીફ મનાતા માવજી દેસાઈએ પણ ભટોળના રાજીનામાં બાદ પોતાના હથિયાર હેઠાં મૂકી દીધા હતા. આ સાથે શંકર ચૌધરીએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ફરીથી પગદંડો જમાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શંકર ચૌધરી સામે ડીસા બેઠક પરથી ઊભા રહેલા વાઇસ ચેરમેન માવજી દેસાઇએ જે-તે સમયે ફોર્મ પરત ખેંચતા નિવેદન આપ્યું હતું કે, “સમાજમાં વિવાદ ના થાય તે માટે ફોર્મ પરત ખેંચ્યું છે.”

Leave a Reply

Your email address will not be published.