//

કોરોનાને લઇ રાજ્યની રાજનીતિ તેજ, શંકરસિંહ વાઘેલાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે…

કોરોનાને લઈ પીએમના વિડિઓ સંબોધન બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ પીએમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોરોના માર્કેટિંગ છે ? લોકો ભય ફેલાવી પ્રસિદ્ધિ બંધ કરો. પાંચમીએ દીવા પ્રગટાવવાથી કોરોના નહીં જાય આરોગ્ય લક્ષી પગલાં ભરો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે બળાપો કાઢતા લોકોને જાણકારી આપતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે કે રાજકીય ગુરુ છે દેશને 22મી સદીમાં લઇ જવાના બદલે સત્તરમી સદી તરફ ધકેલવાનું કામ કરે છે. બાપુએ આક્રોશ સાથે કહ્યું કે આ મહામારીનો સમય છે કોઈ ઉજવણીનો સમય નથી, કે થાળીને તાળી વગાડો કે પછી પાંચમી એપ્રિલે મોદી કહે તેમ કરીને રાત્રે 9 વાગ્યે દીવા પ્રગટાવો. લોકોને ભરમાવવા કરતા આજનો સમય લોકોની સેવા કરવાનો છે સસ્તી પ્રસિદ્ધિ કરવાનો નથી.

લોકડાઉન કરી પોતાની પ્રસિદ્ધિ મેળવવા ગરીબની મજાક કરવા ફોટાવાળી કીટ આપીને શુ સાબિત કરવા માંગે છે ? ગરીબ અને સામાન્ય માણસને સહાય કરવાને બદલે તેમની મજાક કરવાનું બંધ કરવા બાપુએ રોષ ઠાલવ્યો હતો. ગુજરાત અને દેશની જનતાની ચિંતા કરવાને બદલે ઉત્સવની જેમ ઉજવણી કરવાનું બંધ કરવા અને લોકોને પણ આવી ભ્રમિત વાતોમાં નહિ આવવા શંકરસિંહ વાઘેલાએ સલાહ આપી હતી.

ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને ગેરેંટી વાળી લોન કે સહાય આપી બેરોજગારી આપવી જોઈએ તેના બદલે આજે બાપુ એ તો એવું કીધું કે ખાલી મગજના માણસોએ વિચારવાની જરૂર છે બાપુએ સવાલ ઉઠાવ્યા કે શું ઘટડી વગાડવાનો કે વગાડવાનો સમય નથી. દિવા પ્રગટવાથી કોરોના જવાનો નથી. ખેડૂતો ની ચિંતા કરતા બાપુ એ જણાવ્યું હતું કે જે ખેડૂતોની જણસી અને પાક ઉભા છે તે બગડી જશે તેની ચિંતા કરો લોકો ને ગેર માર્ગે દોરવાનું બંધ કરી સાચા માર્ગે ચાલવાનું રાખો દેશનું અર્થ તંત્ર ગોટાળે ચડી ગયું છે. આરોગ્ય લક્ષી પગલાં લેવાની જરૂર છે શંકરસિંહે વાઘેલા એ તો કહી દીધું કે આવી વાતોમાં આવતા નહીં નહીંતર દેશ પાછો સત્તરમી સદી તરફ ધકેલાય જશે. કોઈ એ પાંચમી તારીખે રાત્રે નવ વાગ્યે દીવા મીણબત્તી કે ઘટડી વગાડવાની જરૂર નથી અંધશ્રધામાં માનતા નહીં વિજ્ઞાનમાં જીવો છો અને જીવો એવી સલાહ શંકરસિંહ વાઘેલા એ લોકો ને આપી હતી.

Leave a Reply

Your email address will not be published.