//

ટ્રમ્પની મુલાકાતને લઇને શંકરસિંહે મોદી પર શું કર્યા પ્રહાર : જાણો

ગુજરાત વિકાસ મોર્ડલની વાતો સમગ્ર વિશ્વમાં ગુંજી રહી છે. ત્યારે ગુજરાતમાં કેવો વિકાસ છે અને શું વિકાસ થઇ રહ્યો છે તેને લઇને રાજયનાં એનસીપી નેતા શંકરસિંહ વાધેલાએ ટ્રમ્પની મુલાકાતના આગમન પૂર્વે વિકાસના નામ પર સવાલો ઉઠાવ્યા છે.શંકરસિંહ વાધેલાએ જણાવ્યુ હતુ કે, ગરીબોને છુપાવવા એ જ ગુજરાત. વડાપ્રધાન વધુ સારી રીતે જવાબ આપી શકે. હાઉડી મોદી કોના માટે યોજાયું હતુું. કેમ છો બીજેપીને તો હમણા જ જવાબ મળયો. હ્યુસ્ટનમાં ટ્રમ્પના માર્કેટિંગ માટે શું થયું હતું.

આપણે ચમચા છીએ ટ્રમ્પના?

 વડાપ્રધાન પદની ગરિમા ન જાળવી ટ્રમ્પની આગતા-સ્વાગતાના ખર્ચા સામે શણશણતા સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત અને કેન્દ્વ સરકારને ખર્ચની વિગત જાહેર કરવા કહ્યું છે. ટ્રમ્પના પ્રચારક બનવું એ મારી સમજણ બહારનું છે. શંકરસિંહ વાધેલાએ ટ્રમ્પની મુલાકાતને લઇને મોદી પર આકરા પ્રહારો કરી ગુજરાતની ગરીબી છુપાવવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ મોદી અને વાધેલા સારા મિત્રો હોવાની વાત ચાલે છે ત્યારે વાધેલાના આ નિવેદનથી રાજકારણમાં વાતાવરણ ગરમાયુ છે. શંકરસિંહે મોદીને ટ્રમ્પના પ્રચારક બતાવ્યા હતાં. તો આ નિવેદન પરથી શું સાબિત થાય છે. 

Leave a Reply

Your email address will not be published.