///

farmers support: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કહ્યું- 25 ડિસેમ્બર સુધી સરકાર નહીં માને તો…

ખેડૂત આંદોલનને ધીરે ધીરે વેગવંતુ સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે અને સરકારને ચીમકી આપતા જણાવ્યું છે કે, વહેલી તકે ખેડૂતોની માગ પૂરી કરી દે નહીં તો આ ખેડૂત આંદોલન ઉગ્ર કરવામાં આવશે.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે કે, 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો તેઓ દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર ઉતરશે. આ સાથે શંકરસિંહે જણાવ્યું હતું કે, જો આ કાયદો રહેશે, તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને રદ્દ કરવો પડશે.

ઉલ્લેખનિય છે કે નવા કૃષિકાયદાના વિરોધમાં ગત 26 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં તેઓના પ્રશ્નોનું કોઇ સમાધાન આવ્યું નથી. દિલ્હી 3 ડિગ્રી તાપમાન છે. ત્યારે કડકડતી ઠંડીમાં સરકાર દ્વારા કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને આ અંગે નિવેદન આપી ખેડૂત આદોલનને સમર્થન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.