/////

વિધાનસભા ચૂંટણી: ભાજપના કોરોનાની વેક્સિનના વાયદા પર રાજકારણ શરૂ, શિવસેનાએ સાધ્યું નિશાન

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇ પક્ષો તરફથી પ્રચાર પ્રસાર શરૂ થયા છે. તેવામાં વડાપ્રધાન મોદીએ બિહારમાં ગઇકાલથી પ્રચારની શરૂઆત કરી હતી. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાતાઓને આકર્ષવા માટે કોરોના વાયરસની વેક્સિન પર પણ વાયદાઓ શરૂ કર્યા છે. તેમાં બિહારમાં જો ગઠબંધન સરકાર બનશે તો લોકોને ફ્રી માં કોરોના વાયરસની રસી આપવામાં આવશે તેવુ કહ્યું છે. જે ભાજપના વાયદાને હવે નેશનલ મુદ્દો બની ગયો છે. કારણ કે ભાજપના આ વાયદા પર હવે દેશભરમાં રાજકારણ શરુ થઇ ગયું છે. સોશિયલ મીડિયામાં આ મુદ્દો ખૂબ ગરમાઈ રહ્યો છે. શિવસેનાએ પણ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે.

શિવસેનાએ મુખપત્ર સામનામાં કહ્યું કે બે દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું કે સરકાર પ્રયાસ કરશે કે કોરોના વાયરસની રસી આવતા જ દેશના બધા લોકોને આપવામાં આવે. શિવસેનાએ ભાજપને સવાલ કર્યો કે શું બીજા રાજ્યોમાં ભાજપની સરકાર નથી, તે રાજ્ય પાકિસ્તાનમાં છે કે શું ? કે પછી આ રાજ્યોને કોરોનાની રસી પુટિન આપવા આવશે ?

આ સિવાય કોરોનાકાળમાં આયોજિત કરવામાં આવી રહેલી રેલીઓ અને જનસભા પર પણ શિવસેનાએ પ્રહાર કર્યો છે. શિવસેનાએ કહ્યું કે નેતાઓના હેલિકોપ્ટર ઉડી રહ્યા છે અને પ્રચંડ ભીડ એકઠી થઇ રહી છે. આ ભીડમાં તો કોરોનાની પણ દબાઈને મોત થઇ જાય.

Leave a Reply

Your email address will not be published.