/////

શિવસેનાનો સામનામાં કટાક્ષ : ટ્રમ્પે અમદાવાદ આવીને કોરોના ફેલાવ્યો, હવે…

શિવસેનાના મુખપત્ર સામનામાં તંત્રીલેખમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને બ્રિટિશ PM પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આ તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવીને કોરોના ફેલાવ્યો હતો તો શું હવે બ્રિટનના PM જોનસન પણ દિલ્હી આવશે?

સામનામાં લખ્યું છે કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા અને ટ્રમ્પ સાથે આવેલા લોકોએ કોરોના ફેલાવવાનું કામ કર્યુ, માટે ટ્રમ્પની તુલનામાં સજ્જન અને સરળ જોનસન શું કરશે, આ પ્રશ્ન છે? જૂનુ કોરોના ચીન નિર્મિત હતું માટે અમેરિકાના ટ્રમ્પે ચીન સાથે ઝઘડો શરૂ કર્યો. હવે ટ્રમ્પની જગ્યાએ જો બાઈડેન આવ્યા છે. બાઈડેને જાહેરમાં કોરોનાની રસી લીધી હતી પરંતુ આ રસી પહેલા કોરોના વાયરસની છે. બીજા કોરોના માટે આ રસી સફળ થશે?

આ ઉપરાંત સામનામાં લખ્યું છે કે, એક સમયે ગ્રેટ બ્રિટેને દુનિયાભરમાં રાજ કર્યુ. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય ઢળતો નહતો, આવુ ગર્વ સાથે કહેવામાં આવે છે, તે બ્રિટનમાં કોરોના વાયરસ સંક્રમણ થઇને નવા અવતારમાં સામે આવ્યું, જે બાદ પૂરી દુનિયાએ બ્રિટનનો બહિષ્કાર જ કરી દીધો છે. બ્રિટનથી આવનારી ફ્લાઇટ પર રોક લગાવી દેવામાં આવી છે. બ્રિટનથી આવતા દરેક મુસાફરને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. બ્રિટનના વાયરસનો ડર એટલો છે કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નાઇટ કરફ્યૂ લાધી દીધો છે. જેને કારણે ફરી એક વખત મુંબઇ- ઠાણે-પૂણે જેવા શહેરોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

મહત્વનું છે કે, બ્રિટનમાં સામે આવેલા નવા વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, માટે બ્રિટન સહિત કેટલાક યૂરોપીય દેશોએ ફરી લોકડાઉન શરૂ કર્યુ છે. જેને પગલે સ્પેન,ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા દેશમાં ચિંતાનો માહોલ છે. બ્રિટિશ કોરોના ઇટાલીમાં પણ પહોચી ગયો છે. આપણા દેશના સ્વાસ્થ્ય ડૉ. હર્ષવર્ધન અનુસાર નવા વાયરસથી ડરવાની જરૂર નથી, દેશ એલર્ટ છે.

Leave a Reply

Your email address will not be published.