///

Breaking News : 44 શિવભક્તોને ક્યાં ભાંગ ભારે પડી

અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રીનાં મહાપર્વે શિવરાત્રીનો ભાંગનો પ્રસાદ લેતા ૪૪ લોેકોને ભાંગની ભારે અસર થતાં ૪૪ જેટલા લોકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આજે શિવરાત્રીનો મહાપર્વ છે જેમાં ભાંગનો પ્રસાદ લેવાનું અનેરુ મહત્વ છે. પરંતુ કેટલાક લોકોએ ભાંગની જરૂરિયાત કરતા વધારે પ્રસાદી લઇ લેતાં અમરેલી જિલ્લાનાં અલગ-અલગ ગામનાં ૪૪ જેટલા લોકોને ભાંગની અસર થતાં ૧૦૮ ઇમરજન્સીની મદદથી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડાયા હોવાનું જાણવા મળયુ છે.

અમરેલી જિલ્લાનાં ભાંગની અસરનાં નવ કેસ નોંધાયા, ખાંભામાં ૬ કેસ, બગસરામાં ૪ કેસ, સાવરકુંડલામાં ૨ કેસ, સહિત કુલ ૪૪ લોકોને ભાંગની અસર થઇ છે.સામાન્ય રીતે ભાંગનો પ્રસાદ નહીંવત લેવાનો હોય છે. પરંતુ કેટલાક શોખિન લોકોએ વધુ પડતો ભાંગનો પ્રસાદ વધુ લીધો હોવાનું બહાર આવ્યું છે. શિવભકતોને ભાંગનો પ્રસાદ લેવાનો ભારે પડયું છે.

Leave a Reply

Your email address will not be published.